
Demonstration - Dastaveg Registration Garvi 2.0 Software From Govt Of Gujarat
Room No 5, Ground Floor New Court Bldg
સુરત જિલ્લા વકીલ મંડળના સને-૨૦૧૬ ના પ્રમુખ થતાં જ મારો ડ્રીમ પ્રોજેકટ હતો - "આપણી વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન" અને એમાં સાથ મળ્યો સર્જનાત્મક કાઉન્સીલરોનો અને વેબસાઇટ માટે કાર્યરત મજબુત ટીમનો, વેબસાઈટ કમિટીએ રાત-દિવસ મહેનત કરીને સુવ્યવસ્થિત તખ્તો તૈયાર કર્યો અને એ રીતે બની છે ટેક્નોલોજીના આ યુગમાં સમયની માંગ સમાન એક સુવ્યવસ્થિત આપણી પોતાની "વેબસાઈટ". જે માહિતીની સાથોસાથ આપણા બારને નિયમિત આવક પણ આપશે.
Annual Membership Fees Reminder
આથી સુરત જિલ્લા વકીલ મંડળના વાર્ષિક સભ્ય ફી ભરતા તમામ સભ્યશ્રીઓને તથા જેઓ સુરત જિલ્લા વકીલ મંડળમાં સભ્ય તરીકે દાખલ થવા માંગતા હોય તેઓને જણાવવાનુંકે,તારીખ : ૨૮/૦૪/૨૦૨૨ ના રોજ મળેલ કાઉન્સીલ સભ્યોની મિટિંગમાં થયેલ ઠરાવ મુજબ આજીવન સભ્ય ફી રૂ. ૫૦૦૦/- ને બદલે રૂ. ૩૫૦૦/- કરવામાં આવેલ હતા જે આજીવન સભ્ય ફી ભરવા માટેની છેલ્લી અને આખરી તારીખ : ૦૨/૦૬/૨૦૨૨ ના રોજની છે,જે બાબતની તમામ સભ્યો એ નોંધ લેવી અને જે સભ્ય ની આજીવન ફી ભરવાની બાકી હોય તો તેઓએ તારીખ : ૦૨/૦૬/૨૦૨૨ સુધીમાં આજીવન સભ્ય ફી ભરી સભ્ય બની જવું,ત્યારબાદ આજીવન સભ્ય ફી માં ઘટાડાની મુદત લંબાવવામાં આવનાર નથી, જેની સુરત જીલ્લા વકીલ મંડળ ના તમામ સભ્યો એ ખાસ નોંધ લેવી.
Dharmeshkumar Solanki, Treasurer
Annual Membership Fees
આથી સુરત જિલ્લા વકીલ મંડળના વાર્ષિક સભ્ય ફી ભરતા તમામ સભ્યશ્રીઓને તથા જેઓ સુરત જિલ્લા વકીલ મંડળમાં સભ્ય તરીકે દાખલ થવા માંગતા હોય તેઓને જણાવવાનુંકે તારીખ : ૨૮/૦૪/૨૦૨૨ ના રોજ મળેલ કાઉન્સીલ સભ્યોની મિટિંગમાં થયેલ ઠરાવ મુજબ તારીખ : ૦૨/૦૫/૨૦૨૨ થી તારીખ: ૦૨/૦૬/૨૦૨૨ સુધીમાં આજીવન સભ્ય ફી રૂ. ૫૦૦૦/- ને બદલે રૂ. ૩૫૦૦/- ભરીને આજીવન સભ્ય બની શકે છે.જે સર્વે ને વિદિત થાય.
Dharmeshkumar Solanki, Treasurer
ONE BAR ONE VOTE
સુરત જિલ્લા વકીલ મંડળનાં તમામ વકીલશ્રીઓને જણાવવાનુંકે,
જે વકીલશ્રીઓના "વન બાર વન વોટ" નાં ફોર્મ ભરવાના બાકી છે, તેમણે તારીખ : ૨૮/૦૪/૨૦૨૨ નાં રોજ સાંજે ૫:૩૦ કલાક સુધીમાં સુરત જિલ્લા વકીલ મંડળની ઓફિસમાં "વન બાર વન વોટ " નું ફોર્મ ભરી જવું,
જે સભ્યએ " વન બાર વન વોટ " નું ફોર્મ ભરેલ ન હશે તેને સુરત જિલ્લા વકીલ મંડળની આગામી ચુટણીમાં મત આપવાનો અધિકાર રહેશે નહીં . જેની તમામ સભ્યો એ ખાસ નોંધ લેવી.
નોંધ : આ સાથે "વન બાર વન વોટ" નાં ફોર્મની પી.ડી.એફ ફાઇલ સામેલ છે, જેની પ્રિન્ટ કરી લેવી.
Dharmeshkumar Solanki, Treasurer
Advertisement and Application form for Panel Advocate
Advertisement for empanelment of advocate for district legal services authority, Surat and taluka legal service committees, Choryasi, Bardoli, Kathor, Mandvi, Mangrol, Mahuva, Palsana, Olpad, Umarpada . Application form is attached with advertisement.
Dharmeshkumar Solanki, Treasurer
Annual Membership Fees
આથી સુરત જિલ્લા વકીલ મંડળના વાર્ષિક સભ્ય ફી ભરતા તમામ સભ્યશ્રીઓને તથા જેઓ સુરત જિલ્લા વકીલ મંડળમાં સભ્ય તરીકે દાખલ થવા માંગતા હોય તેઓને જણાવવાનુંકે, તારીખ : ૧૪/૦૩/૨૦૨૨ ના રોજ મળેલ કાઉન્સીલ સભ્યોની મિટિંગમાં થયેલ ઠરાવ મુજબ તારીખ : ૧૫/૦૩/૨૦૨૨ થી તારીખ: ૧૫/૦૪/૨૦૨૨ સુધીમાં આજીવન સભ્ય ફી રૂ. ૫૦૦૦/- ને બદલે રૂ. ૩૫૦૦/- ભરીને આજીવન સભ્ય બની શકે છે.જે સર્વે ને વિદિત થાય.
Dharmeshkumar Solanki, Treasurer
Surat District Court Tharav -10/03/2022
સુરત જિલ્લા વકીલમંડળના તમામ વકીલશ્રીઓને જણાવવાનુંકે, હાલ નવસારી મુકામે પ્રેક્ટિસ કરતાં તથા ધી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્ય એડવોકેટશ્રી વિજય એ. નાયકના ઉપર કેટલાક ઇસમોએ તેઓની કાર ઉપર કેસ બાબતોની અદાવત રાખી ટોળે મળી તારીખ : ૦૬/૦૩/૨૦૨૨ ના રોજ જાહેરમાં જીવલેણ હુમલો કરેલ તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ જે બાબતે પોલીસ સ્ટેશનમાં પોલીસે આવા માથાભારે ઇસમો વિરુદ્ધ એફ.આર.આઈ નોંધેલ છે. જે બાબતે ધી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશન ધ્વારા આવા માથાભારે ઇસમોના બચાવ કરવા કોઈ પણ વકીલશ્રીએ વકીલપત્ર રજૂ નહી કરવા તથા વકીલ તરીકે હાજર નહિ થવા માટે ઠરાવ કરવામાં આવેલ છે.......
Dharmeshkumar Solanki, Treasurer
List of applications form lawyers to be admitted as a member of Surat District Bar Association
સુરત જીલ્લા વકીલ મંડળના સભ્યશ્રીઓને જણાવવાનું કે, “બાર એસોસીએશન ઓફ ગુજરાત રૂલ્સ – ૨૦૧૫” નાં નિયમો કે જે ધી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા ધ્વારા મંજૂર કરવામાં આવેલ, તે મુજબ સુરત જીલ્લા વકીલ મંડળના સભ્ય તરીકે દાખલ થવા તારીખ : ૦૧/૦૨/૨૦૨૨ થી તારીખ :૧૦/૦૨/૨૦૨૨ સુધીમાં નીચે મુજબનાં વકીલશ્રીઓએ અરજી કરેલ છે, જે અરજીમાં કોઈ વાંધા / તકરાર હોય તો નિયમ મુજબ દિન – ૧૦ માં સુરત જીલ્લા વકીલ મંડળની ઓફિસમાં લેખિત પુરાવા સાથે આપવા. સદર અરજીઓની નીચે મુજબની યાદી આજ રોજ નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરેલ છે. હાલમાં ફિઝિકલ કોર્ટો તારીખ : ૧૩/૦૨/૨૦૨૨ સુધી બંધ હોય અને અરજી કરનાર અરજદારોમાથી મોટા ભાગનાં અરજદારો નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી બહાર પાડેલ સિવિલ જડ્જની ભરતીમાં ભાગ લેવા માંગતા હોય, જેથી આ નોટિસ સુરત જીલ્લા વકીલ મંડળમાં નોંધાયેલા સભ્યોના વોટ્સએપ ગ્રુપ મારફતે પ્રસિદ્ધ કરવાની ખાસ સંજોગોમાં ફરજ પડેલ છે. સુરત જીલ્લા વકીલ મંડળનું કાર્યાલય કોર્ટ સમય દરમ્યાન ખુલ્લુ છે .
Dharmeshkumar Solanki, Treasurer
RECRUITMENT – CIVIL JIDGES-2022
આથી સુરત જીલ્લા વકીલ મંડળનાં હોદ્દદારો તરફથી ખાસ જણાવવાનું કે, નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી RECRUITMENT – CIVIL JIDGES-2022 ભરતી માટેની જાહેરાત થયેલ છે, જેની અરજી તારીખ : ૦૩/૦૨/૨૦૨૨ થી તારીખ : ૦૨/૦૩/૨૦૨૨ સુધીમાં કરવાનું જણાવવામાં આવેલ છે. જેથી જે વકીલશ્રીઓએ ઓલ ઈન્ડિયા બાર એકઝામીનેશન ની પરીક્ષા પાસ કરેલ હોય અને તે વકીલશ્રી સિવિલ જડ્જ ની ભરતીમાં ભાગ લેવા માંગતા હોય અને સુરત જીલ્લા વકીલ મંડળના સભ્ય બનવાના બાકી હોય તે વકીલશ્રી ઓએ તારીખ : ૦૮/૦૨/૨૦૨૨ સુધીમાં સભ્ય ફોર્મ ભરી જવું. જેથી કરીને આગળની જરૂરી કાર્યવાહી કરી સિવિલ જડ્જની ભરતીમાં નિયત તારીખમાં ફોર્મ ભરી શકે અને ભરતી નો લાભ લઈ શકે. હાલમાં કોરોના મહામારી છાલી રહી છે તે બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટ ધ્વારા એસ.ઓ.પી જાહેર કરેલ છે તેનું ફોર્મ ભરવા આવતી વખતે ખાસ પાલન કરવાનું છે.
Dharmeshkumar Solanki, Treasurer
Jahernaamu
વિષય : નોવેલ કોરોના વાઇરસ ના ચેપને નિયંત્રણમાં રાખવાના કારણોસર ઉદભવેલ પરિસ્થિતિને અનુસંધાને કેસ બોર્ડ કેન્સલ કરવા તથા યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાના મનાઈ હુકમની તારીખ લંબાવવા બાબત. હાલની કોરોના વાઇરસના ચેપની પરિસ્થિતિને ધ્યાને લેતા, અત્રે સમક્ષના તમામ જિલ્લાના કેસની સુનાવણી તા. ૧૫/૦૨/૨૦૨૨ સુધી મુલત્વી રાખવામા આવે છે. અરજદરના હિતને નુકશાન ન થાય તથા અન્ય વિપરીત પરિસ્થિતિ ન સર્જાય તે હેતુસર અત્રેની દાખલ થયેલ રિવીઝન અરજીના કામે આપવામાં આવેલ યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા બાબતના મનાઈ હુકમ તા. ૧૫/૦૨/૨૦૨૨ સુધી લંબાવવામાં આવે છે. જે અંગે સંબધિત તમામ પક્ષકારો તથા મુલાકાતીઓ તથા વકીલશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે
Dharmeshkumar Solanki, Treasurer
Registration in Bar Association
આથી સુરત જિલ્લા વકીલ મંડળનાં તમામ સભ્યશ્રીઓને જણાવવાનું કે, સુરત જિલ્લા વકીલ મંડળ માં નવા આવનાર વકીલશ્રીઓ કે જેઓની ઉમર : 28 વર્ષ સુધી ની છે અને જેઓ દિવ્યાંગ હોય/ જેઓએ પિતાની છત્રછાયા ગુમાવેલ હોય અને સુરત જિલ્લા વકીલ મંડળ માં સભ્ય તરીકે નોંધણી કરવા ઈરછુક હોય તેવા તમામ નવા વકીલશ્રીઓની સુરત જિલ્લા વકીલ મંડળમાં નોંધણી સમયે ભરવાની થતી નોંધણી ફી તથા સુરત ડિસ્ટ્રિક્ટ લો લાઈબ્રેરી ની ફી મળી કુલ્લે રૂ. ૧૬૦૦/- જેટલી રકમ થાય છે, જે રકમ સુરત જિલ્લા વકીલ મંડળનાં સભ્યશ્રી સિદ્ધાર્થ એસ. કટયારે (એડવોકેટ) તરફથી તા: ૦૧/૦૧/૨૦૨૨ થી તા : ૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં નોંધણી કરનાર સભ્યો વતી તેઓ તરફથી ભરવામાં આવશે. જેની સિદ્ધાર્થ એસ. કટયારે (એડવોકેટ) ધ્વારા જાહેરાત કરવામાં આવેલ છે. જે બદલ સુરત જિલ્લા વકીલ મંડળ તેઓશ્રી તરફથી કરવામાં આવેલ જાહેરાત ને આવકાર કરી, ભવિષ્યમાં એમનો વધુ સહયોગ મળતો રહેશે તેવી અપેક્ષા સહ એમનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કરે છે.
Dharmeshkumar Solanki, Treasurer
General Medical Health Check-up
આથી સુરત જીલ્લા વકીલ મંડળના તમામ સભ્યશ્રીઓને જણાવવાનુંકે, સેલ્બી મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ તથા સુરત જીલ્લા વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમે તારીખ : ૨૧/૧૨/૨૦૨૧ નાં રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૪:૦૦ કલાક દરમ્યાન દસમો માળ, કોન્ફરન્સ હોલ, નવી કોર્ટ, બિલ્ડીંગ, અઠવાલાઇન્સ, સુરત ખાતે જનરલ મેડિકલ હેલ્થ ચેક- અપ (બ્લડપ્રેશર, જનરલ સુગર, ઓર્થોપેડિક સર્જન, જનરલ ફિઝીશિયન ) વિગેરેના સ્પેશીયાલિસ્ટ ડોકટરશ્રીઓ હાજર રહી નિઃશુલ્ક સેવા આપવાના હોય, જેથી તેમની સેવાનો લાભ સુરત જીલ્લા ના જ્યુડીશ્યલ ઓફિસર્સ, તમામ વકીલશ્રીઓ તથા કોર્ટ કર્મચારીગણોને અચુક લાભ લેવા જાહેર અપીલ છે.
Dharmeshkumar Solanki, Treasurer
Winner Of Presidential Election for Surat District Bar Association
સુરત જિલ્લા વકીલ મંડળની સને -2022 ના વર્ષના માટે પ્રમુખપદ, ઉપપ્રમુખપદ, જનરલ સેક્રેટરીપદ, જોઇન્ટ સેક્રેટરીપદ, તથા ખજાનચીપદ માટેની ચુંટણી તારીખ : 17/12/2021 ના રોજ રાખવામા આવેલ . જેમાં કુલ 3520 મતદારો પૈકી 2646 મતદાર વકીલશ્રીઓએ મતદાન કરેલ, સદર ચુંટણીમાં વિજેતા થયેલ ઉમેદવારોનાં નામ તથા વિજેતા ઉમેદવાર કેટલા મત થી વિજેતા થયેલ છે તેની વિગત નીચે મુજબ છે. 1. પ્રમુખપદ ઉમેદવાર : રમેશ વી. કોરાટ -1350 મત 2. ઉપપ્રમુખપદ ઉમેદવાર : સંકેત જી. દેસાઇ -1445 મત 3. જનરલ સેક્રેટરીપદ ઉમેદવાર : ચૈતન્ય એન. પરમહંસ -1436 મત 4. જોઇન્ટ સેક્રેટરીપદ ઉમેદવાર : હિતેન કે. શીંગાળા -1528 મત 5. ખજાનચીપદ ઉમેદવાર : યાહયા એમ. શેખ -1129 મત
Dharmeshkumar Solanki, Treasurer
Presidential Election for Surat District Bar Association
સુરત જીલ્લા વકીલ મંડળની સને -૨૦૨૨ ના વર્ષના માટે પ્રમુખપદ, ઉપપ્રમુખપદ, જનરલ સેક્રેટરીપદ, જોઇન્ટ સેક્રેટરીપદ તથા ખજાનચીપદ માટેની ચુટણી તા-૧૭/૧૨/૨૦૨૧ ના રોજ રાખવામા આવેલ છે. ઉમેદવારની યાદી : * પ્રમુખપદ ઉમેદવાર : ૧. દિપક સી. કોકસ ૨. રમેશ વી. કોરાટ ૩. રમેશ પી. શિંદે * ઉપપ્રમુખપદ ઉમેદવાર : ૧. રાજેશ યુ. બારૈયા ૨. સંકેત જી. દેસાઇ ૩. મંગલા એસ. પટેલ ૪. રાજેશ ડી. સોલંકી * જનરલ સેક્રેટરીપદ ઉમેદવાર : ૧. ચૈતન્ય એન. પરમહંસ ૨. હિમાંશુ આઈ. પટેલ * જોઇન્ટ સેક્રેટરીપદ ઉમેદવાર : ૧. મોના ડી. પંડયા ૨. હિતેન કે. શીંગાળા ૩. સાગર એમ. વેલ્દી * ખજાનચીપદ ઉમેદવાર : ૧. મયંક કે. ચૌહાણ ૨. રોનિકા એમ. ચૌહાણ ૩. પંકજ કે. કાક્લોતર ૪. યાહયા એમ. શેખ
Dharmeshkumar Solanki, Treasurer
Room No 5, Ground Floor New Court Bldg