સુરત જિલ્લા વકીલ મંડળના સને-૨૦૧૬ ના પ્રમુખ થતાં જ મારો ડ્રીમ પ્રોજેકટ હતો - "આપણી વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન" અને એમાં સાથ મળ્યો સર્જનાત્મક કાઉન્સીલરોનો અને વેબસાઇટ માટે કાર્યરત મજબુત ટીમનો, વેબસાઈટ કમિટીએ રાત-દિવસ મહેનત કરીને સુવ્યવસ્થિત તખ્તો તૈયાર કર્યો અને એ રીતે બની છે ટેક્નોલોજીના આ યુગમાં સમયની માંગ સમાન એક સુવ્યવસ્થિત આપણી પોતાની "વેબસાઈટ". જે માહિતીની સાથોસાથ આપણા બારને નિયમિત આવક પણ આપશે.
..... તો સ્વાગત છે સૌનુ ટેક્નોલોજીના સથવારે સુરત જિલ્લા વકીલ મંડળના ડિજીટલ વર્લ્ડમાં - જનક દેસાઈ (એડવોકેટ) - પ્રેસિડેન્ટ (૨૦૧૬)